Wednesday, February 9, 2011

જય વાળીનાથ જય ગોગા

૧.  સત્ય પ્રભુનો આત્મા છે અને પ્રકાશ તેનો દેહ છે.
૨.  જો તારલા આકાશની કવિતા છે તો માતા પ્રુથ્વીની કવિતા છે.
૩.  વિધ્યા અમૂલ્ય અને અનશ્વર ધન છે.
૪.  દુઃખ, વિષાદ અને દર્દ એ જીવનના પડછાયા છે.
૫.  સૌદર્યનો આદર્શ સાદગી અને શાંતિ છે.
૬.  પોતાનો કષાયનો નિકાલ કરવો એ સાધુપણુ.
૭.  પાપ શુ છે? જે દિલમાં ખટકે તે !
૮.  સત્યના જ્ઞાનમાં સ્વતંત્રતા છે.
૯.  ધર્મ એટલે પરમ તત્વમાં જીવવુ તે.
૧૦. કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે.
૧૧. મહેનત કરવાથી પ્રગતિ થાય છે.
૧૨. દરેક સારું કાર્ય પહેલા અસંભવ લાગે છે.
૧૩. ચડસે ચઢવુ એટલે  પોતાનુ સ્થાન છોડીને નીચે પડવુ.
૧૪. સ્વશ્થ શરીર સોનાથી પણ વધારે કિંમતી છે.
૧૫. જ્યાં સંતોષ છે ત્યાં સંતાપ નથી.
૧૬. બહુ વાચન કરતા થોડું આચરણ આવકાર્ય છે.
૧૭. સંતોષની તોલથી સામ્રાજ્ય પણ ન આવે.
૧૮. સાચુ સુખ માના ચરણમાં.
૧૯. પુજ્ય જનોમાં  અનુરાગ  એટલે ભક્તિ.
૨૦. સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગા કરી આપે.

No comments:

Post a Comment