Wednesday, February 9, 2011

જય વાળીનાથ જય ગોગા

૧.  સત્ય પ્રભુનો આત્મા છે અને પ્રકાશ તેનો દેહ છે.
૨.  જો તારલા આકાશની કવિતા છે તો માતા પ્રુથ્વીની કવિતા છે.
૩.  વિધ્યા અમૂલ્ય અને અનશ્વર ધન છે.
૪.  દુઃખ, વિષાદ અને દર્દ એ જીવનના પડછાયા છે.
૫.  સૌદર્યનો આદર્શ સાદગી અને શાંતિ છે.
૬.  પોતાનો કષાયનો નિકાલ કરવો એ સાધુપણુ.
૭.  પાપ શુ છે? જે દિલમાં ખટકે તે !
૮.  સત્યના જ્ઞાનમાં સ્વતંત્રતા છે.
૯.  ધર્મ એટલે પરમ તત્વમાં જીવવુ તે.
૧૦. કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે.
૧૧. મહેનત કરવાથી પ્રગતિ થાય છે.
૧૨. દરેક સારું કાર્ય પહેલા અસંભવ લાગે છે.
૧૩. ચડસે ચઢવુ એટલે  પોતાનુ સ્થાન છોડીને નીચે પડવુ.
૧૪. સ્વશ્થ શરીર સોનાથી પણ વધારે કિંમતી છે.
૧૫. જ્યાં સંતોષ છે ત્યાં સંતાપ નથી.
૧૬. બહુ વાચન કરતા થોડું આચરણ આવકાર્ય છે.
૧૭. સંતોષની તોલથી સામ્રાજ્ય પણ ન આવે.
૧૮. સાચુ સુખ માના ચરણમાં.
૧૯. પુજ્ય જનોમાં  અનુરાગ  એટલે ભક્તિ.
૨૦. સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગા કરી આપે.

Jay Valinath


1) Think big, think fast and think ahead.

Idea is monopoly of nobody. - Dhirubhai Ambani

મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . - ધીરુભાઈ અંબાણી

(2) In the middle of difficulty lies opportunity. - Albert Einstein

દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . - આલ્બર્ટ આઈંસ્ટાઈન

(3) “Courage doesn't always roar. Sometimes courage is the quiet voice at the end of the day saying, "I will try again tomorrow.” Mary Anne

હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ" - મેરી એન

(4) "Bend, but do not break."
ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે ..

(5) "Problems cannot be solved by the same level of thinking that created them."
— Albert Einstein
સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે . - આલ્બર્ટ આઈસ્ટાઈન - 10/05/2007

(6) Falling down is not defeat...defeat is when your refuse to get up...
નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો...

(7) Ship is always safe at shore... but is is not built for it
વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી.

લોક સાહિત્ય – કહેવતો

થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
•થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
•થાકશે, ત્યારે પાકશે.
•વાર્યાં ના વરે, હાર્યાં વરે.
•થોડું બોલે તે થાંભલો કોરે.
•થોડું સો મીઠું.
•થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
•થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
•થોડે નફે બમણો વકરો.
•થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
•થોડે બોલે થોડું ખાય.
•થોડે થોડે ઠીક જ થાય.
•પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.
•અંતે ધર્મો જય, પાપો ક્ષય.
•ગૉળ અંધારે ખાધો તોય ગળ્યો અને અજવાળે ખાધો તોય ગળ્યો.
•અન્ન તેનું પૂણ્ય અને રાંધનારીને ધૂમાડો.

Jay Valinath

કઈ જાણવા જેવું..કઈ શિખવા જેવું
૧. અકર્મી કોને કહેવાય ?                   
  
   ઊંટ પર બેઠા હોય છતાં જેને કુતરું કરડી જાય એ અકરમી !!
——————————————-
૨. તમારા ચમત્કાર તમે જાતે જ કરો,
    કારણ કે ભગવાન બીજે ક્યાંક અતિ વ્યસ્ત છે !!
——————————————–
૩.  ઘણાં પુરુષો સ્ત્રીને ધિક્કરે છે,
     કારણ કે સ્ત્રીને બધું જ યાદ રહેતું હોય છે !!
——————————————–
૪. પ્રેમ એટલે પ્રથમ વાર ચોડેલા
     ચુબનમાંથી ગૂંજેલો મીઠો-મૃદુ ચિત્કાર !!
——————————————–
૫. પુરુષોને પરાજિત કરવો હોય તો એના      
      અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી
      હોય તો એની પ્રશંસા કરો !!
———————————————-
૬. તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ
      પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
———————————————–
૭. દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે
     કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ
     બન્ને જાતે જ ઘસાઇને સુવાસ ફેલાવશે  !!
———————————————–
૮. પ્રશ્ન: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
    જેના કાન લાંબા , આંખ , મોટી અને
     જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
————————————————–

૯. જૂના ફર્નિચરમાંથીય જે વૃક્ષ બનાવે એ કવિ …
     અને જે નવા ફર્નીચરમાંથીયે અડાબીડ
       જંગલ ખડું કરી દે એનું નામ રાજકારણી
————————————————
૧૦, પ્રત્યેક સમજદાર નારીએ બને એટલાં
      વહેલા લગ્ન કરી લેવાં અને દરેક સમજુ
      પુરુષે બને ત્યાં સુધી લગ્ન ટાળવા!
—————————————————
૧૧.  ઈશ્વરને કરવા જેવી એક આદર્શ પ્રાર્થના:
     હે પ્રભુ! બીજા ભલે અપ્રમાણિક હોય , પણ
      મને તો તું પ્રમાણિક બનાવજે , જેથી આ
      દુનિયામાંથી એક રાસ્કલ તો ઓછો થાય  !!
————————————————-
૧૨  પુરુષને મહાત  કરી શકે એવી
      બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
     એક ,એ રડી શકે છે અને બીજી ,
   એ ધારે ત્યારે  રડી  શકે  છે!
  ————————————————-
૧૩. આખી જિંદગી આંકડા તમે માંડો અને
      છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય
      એનું નામ ( બદ ) નસીબ!
————————————————
૧૪. પત્રકાર હનુમાન જેવો હોવો જોઈએ
      મંથરા જેવો નહિ!
    આડવાત: કેટલા પત્રકાર પોતાને હનુમાન
      જ માનતા હોય છે , ફરક માત્ર એટલો કે એ
      ખોટી લંકામાં આગ લગાડતા ફરે છે!
————————————————–
૧૫.  પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છે :
     બન્ને કમાવા મુશ્કેલ છે, પરંતુ બન્નેને
       ગુમાવવાનું બહુ સહેલું છે!
————————————————
૧૬. રૂપાળી અને નમણી સ્ત્રી વચે  એક તફાવત છે
      પુરુષ જેને નિહાળતો રહે એ સ્ત્રી રૂપાળી
      જયારે, સ્ત્રી જે પુરુષને નિહાળતી રહે
      એ પુરુષની નજરે નમણી.
———————————————-
૧૭. વાણીયાની વ્યાખ્યા શું ?
    ધારવાનું ધારે , ન ધારવાનું પણ ધારે અને
      ધારવા-ન ધારવાના આધારને પણ ધારે
      એનું નામ વાણીયો!
———————————————-
૧૮. બાળક અને મોટામાં
      એક મહત્વનો તફાવત છે
      બાળકે પોતાની જાતને છેતરવાની
       જરૂર  હોતી  નથી!
——————————————-
૧૯. બાળક આપણને નિર્દોષ  બનાવે ,
     સ્ત્રી આપણને કવિ બનાવે , પણ
       સાસુ-સસરા આપણને
       ફિલસુફી બનાવી દે છે!

પરિવર્તન-સંસારનો-નિયમ-છે

પરિવર્તન સંસારનો નિયમ છે અને દરેક પેઢી પોતાના વખતે જમાનો સારો હતો એમ કહેવાનું ઉત્તરદાયિત્વ ભાગ્યે જ ચુકે છે..શું આ બાબતમાં સત્ય કેટલું હશે એ તો સાબરકાંઠાની લોકબોલીમાં કહીએ તો “દૈ જાંણ” . શું ક્યારે રામ રાજ્ય હતું ? શું ભારત માટે સોની કી ચીડીયા કહેવાતું સાચું હશે? શું એ જમાનો હતો ભારતમાં લોકો બારણા બંધ કર્યા વિના સુતા માલમત્તા લુંટાવાની ફિકર જ નહીં સાચું હશે.?..ભારતના સંખ્યાબંધ લોકો પાસે આજેય ઘરનું ઘર નથી અને ઘરના લુંટાવા માટે બંધ કે ખુલ્લું હોવું એ કોઈ ઠોસ કારણ નથી. રામાયણ અને મહાભારતને ભારતવર્ષના મહાન કાવ્યો તરીકે ચોક્કસ મુલવી શકાય..પણ એમાં આમ જનતાની જીવનશૈલીનો કોઈ ખાસ ઉલ્લેખ થયેલ નથી અને રામાયણ અને મહાભારતને ધર્મ યુધ્ધો તરીકે પણ કઈ રીતે મુલવી શકાય? ના મુલવી શકાય કેમ કે કોઈપણ યુધ્ધ બહુજન સમાજના હિત માટે નો”તુ લખાયું એ સૌ કોઈ સમજી શકે તેવી વાત છે.તો પછી સાચું શું ? ઈશ્વરીય અવતારોનું શું? ભારતની ભુમિ પર ઇશ્વરે ૨૪ અવતારો લઈ ધરી લીધા…આ ભુમિ સૌથી વધારે પુણ્યાશાળી કહેવાય કે પાપી? અને “રામદેવ પીર ” સિવાય કોઈ અવતારે સમાજને જોડવાનું કામ તો કર્યું જ નથી એટલે જ કદાચ શોષિત હિંદુને એમાં “દેવ” નહીં પીર દેખાયેલો ..શું ઈશ્વરે માત્ર ભારતનો ઉધ્ધાર કરવાનો એક તરફ આપણે સમગ્ર જગતને એનું સર્જન માનીએ છીએ… ખેર જવા દો અહીં કોઈની ધામિઁક લાગણી દુભવવાનો આશય જરીએ નથી પણ શાસ્ત્રોમાં લખ્યું છે એ સાચું છે એમ માની લેવાની કોઈ જરુર નથી ..કારણ કે એ ચંદ શિક્ષિત લોકોનું સર્જન છે…ભારતના શુદ્રો અને અતિ શુદ્રો ને તો ભણવાનો અધિકાર જ ન હતો ..વળી પાપ અને પુણ્યની વ્યાખ્યાઓ પણ બે અલગ અલગ સંસ્કૃતિમાં અલગ હોય છે..એક ધર્મ માંસાહારને ધર્મ વિરુધ્ધ માને છે..એજ માંસાહાર બીજા ધર્મમાં ધાર્મિક રીતે માન્ય છે.અહીં અલીખાન બલોચ “શુન્ય” પાલનપુરી નો એક શેર ટાંક્વાનું મન થાય છે. “પાપ કે પુણ્ય જેવું અહીં કશુંયે નથી માત્ર નિતીના મુલ્યાંકનો છે જુદા, ખુદ સમજી લે મન તારા કર્મો થકી તું ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે.” ટુંકમાં કહીએ તો સામાજિક પરિસ્થિતિ બદલાય તેમ સારા નરસા પાપ પુણ્ય નિતી અનિતીની વ્યાખ્યાઓ બદલાતી જોવા મળે છે. મેકસવેબરના નામના સમાજશાસ્ત્રીએ આદશઁ પ્રકારો નો ખ્યાલ રજુ કરેલો છે..જેમાં ચોરના પણ આદશઁ પ્રકારમાં વહેંચી શકાય…પ્રામાણીક ચોરની વાર્તા પણ આપ સૌને યાદ હશે જ ..જે ઘરમાં ચોરી કરવા ગયેલો તે ઘરનું મીઠું ભુલથી ચાખી જતાં તે ઘ્રરમાં તે ચોરી નથી કરતો કેમ કે એને ભુલથી તો ભુલથી એ ઘરનું નમક ખાધુ હતુ પણ એ વ્યવાસાયે ચોર એક ઘ્ર ટાળવાથી મટી જતો નથી .. અને આપણા તત્વ ચિંતક રજનીશ તો કહે છે કે માણસના દુઃખોનું કારણ જ જ્ઞાન છે.રજનીશે વિદ્દ્નો અર્થ જ્ઞાન કર્યો છે.ઍજ શબ્દ પરથી વેદ ..વિદ્વાન અને વેદના શબ્દો આવ્યા એમ રજનીશ કહે છે ઇશ્વર જ્ઞાનનું ફળ ખાવાની હરરોજ ના પાડે છે.દરેક પરિસ્થીતી પળ પળ બદલાઈ રહી છે.દુનીયામાં હરપલ નવીન ઘટી રહ્યું છે…ક્યાંક ફુલ ક્યાંક પાંદડા ક્યાં છોડ્વા ક્યાંક ફુલ સમ બાળક …અને ઇશ્વરને પણ નવીન ગમે છે એટલે જ એ હરપલ નવીનને જન્મ આપે છે પૃથ્વી પર માત્ર બાળક ઈશ્વરથી સૌથી વધારે નજીક છે.પણ આપણે છીએ કે એમાં ઠાંસી ઠાંસીને જ્ઞાન ભરવાનું શરુ કરીએ છીએ રીત રિવાજો રુઢીઓ સમાજ જ્ઞાતિ જાતિ વિગેરે વિગેરે .અને આ જ્ઞાન જ એને કુદરતથી દુર ને દુર લેતું જાય છે.અને કેટલીયે વેદનાઓનું કારણ બને છે.આમ જ્ઞાનનું ફળ ચાખીને જ આપણે વેદનાઓ વહોરીએ છીએ. કુદરતને જુનું ગમતુ નથી એટલે જ એ હરરોજ નવીન પુષ્પો ખીલવે છે સુરજનું ઉગવું આથમવું …રાત દિવસનું ચક્ર ક્યારેક કાળઝાળ ગરમી તો સમી સાંજે મેહનું મન મુકી વરસવું અને આપણી પ્રકૃતિ જ એવી છે કે આપણે હમેશાં કહઈ છીએ કે “old is a Gold” દુકાનદારો પણ બોર્ડ મારે છે “જુના અને જાણીતા” મતલબ કે લોકોને જુનામાં રસ છે અહીં જુના અને જાણીતા લખવાનો અર્થ લોકોનો વિશ્વાસ જીતવાનું કામ કરે છે.લોકો માને છે કે જુના છે તો કંઈ ખોટા થોડા હશે આટલા વર્ષોનો ધંધો છે એમ ને એમ થોડો હશે ..ટુંકમાં જુનુ એટલું સોનું માની લેવાની ભુલ આપણને ભારે પડી શકે છે.હવે મને સમજાય છે કે આપણા વડવા આપણાથી અલગ એવા તમામ માટે કેમ “લોક” શબ્દ વાપરતા હતા પણ આપણે એનો અર્થ કદાચ અઘટિત કર્યો છે. “લોક અને કુદરત” બંનેથી દુર થઈ રહ્યા છે